Thursday, June 12, 2008

અરે કપડા ખંખેરવા રહેવા દે મારા
ગઝલો વાળવાનો મારી પાસે સમય નથી
ગઝલોના ટુકડા વાગી જશે તને
બાકી ના પાડવાનો મારો કોઇ આશય નથી
સાતેય સુરોને પાલવની સાથે બાંધીને લઇ ગઇ
અને હવે કહે છે કે મારી ગઝલોમાં લય નથી
ભર જુવાનીમાં જલદ વિરહ પચાવ્યો છે છતાં
ક્યારેક જાણી જોઇને કહે છે, ગઝલો લખવાની વય નથી
તારા અસ્તીત્વને વણી લીધુ છે ગઝલોના શબ્દોમાં
તારાથી અળગા થવાનો હવે મને કોઇ ભય નથી
થોડી ઘણી ગઝલો અને આ કોમળ હૈયું
એ સિવાય mari પાસે બીજું કશુંય નથી
ક્યારેક તો જીતી લઇશ તારશ્ હ્રદયનાં અભેદ્ય કિલ્લાને
સાચું જ કહ્યુ છે, દુનિયામાં કંઇ જ અજેય નથી

No comments: