Thursday, October 30, 2008

એ નહીં આવે કદી વરસાદમાંઆગ લાગી ગઈ સખી વરસાદમાં.
કોની સાથે જઈને ભીંજાવું હવે,સાવ સૂની છે ગલી વરસાદમાં.
એક દુઆ માંગી કોઈએ રાતભર,એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.
છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’શાયરી દુલ્હન બની વરસાદમાં.
- અદી મિરઝા

સાંજના ડૂબી જતાં સૂર્યનેકે પછી જોયા કરું છું તને.
હું જવા નીકળું તમારે ઘેર નેબારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના
દૂરતા છે એટલી તારી હવેઆવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના
જીવતાં તો હાથ ના દીધો કદી,ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના
- કૈલાશ પંડીત

પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણએને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?
- રમેશ પારેખ



મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છુંને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષોશિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવાપ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સાદીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાંઅને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
- શોભિત દેસાઈ

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મનેબેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણએક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’‘નેશેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
- ચિનુ મોદી ’ઈર્શાદ’

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
- કૈલાસ પંડીત

શબ્દના દરિયા વહાવ્યે શું વળે ?અર્થના જંગલ જણાવ્યે શું વળે ?
શક્ય છે પાણીય નીકળે રણમહીંમહેલ રેતીના ચણાવ્યે શું વળે ?
આયખું ઝાકળ સમું છે જેમનુંએમને સૂરજ બતાવ્યે શું વળે ?
વાંઝણી છે ભાગ્યરેખા આપણી,કુંડળીઓ જોવરાવ્યે શું વળે ?
અંધકારે જીવવું છે આપણે,શ્વાસના દીપક જલાવ્યે શું વળે ?
- આર. જે. નિમાવત

વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.*હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.
પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,ખોવાયું શહેરમાં મારું એ બાળપણ યાદ આવે છે.
એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.
લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.
કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.
ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.
- વિનય ઘાસવાલા

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે.
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે.
રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે.
મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે.
આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,બાકી જગતની વેદના અસહ્ય હોય છે.
- ધૂની માંડલિયા

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
- કૈલાશ પંડિત



તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છુંનિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણુંનખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળુંશબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છુંતરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
- જવાહર બક્ષી

તું જો આજે મારી સાથે જાગશેચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
કોણ તારી વાત સાંભળશે, હૃદય !એક પથ્થર કોને કોને વાગશે?
તું અમારો છે તો ધરતીના ખુદા !તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી, તું આટલી નિર્દય હશે?તું મને શું એક પળમાં ત્યાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,હું હસું તો એને કેવું લાગશે!
એણે માગી છે દુવા તારી ‘અદી’તું ખુદા પાસે હવે શું માગશે ?!!
- અદી મિરઝા



પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,છે વિમાસણ એક આંસુ લૂછવું કેવી રીતે ?
કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
– ઉર્વીશ વસાવડા

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
- કૈલાશ પંડિત



શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશેબધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે
મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશસમૂળગું જ હવે મનને મારવું પડશે
સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તોદીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે
રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છેજહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે
આગની છે આ રજૂઆત સાવ મૌલિક પણબળે છે તેમાં મારું ઘર એ ઠારવું પડશે
રમેશ, ભાગ જલ્દી ભાગ, કોરા કાગળમાંકલમનું ઝેર ચડયું છે, ઉતારવું પડશે
- રમેશ પારેખ



આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ।
સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.
ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.
આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !
પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.
ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
- મુકુલ ચોકસી

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છુંછૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છુંક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકાતમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું*રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતીમન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી
આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતોછોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી
મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરોએણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂર ના જઇ શકી મારાથી એફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.
- શોભિત દેસાઈ

મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,પત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.
દર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,અર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે.
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,જોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.
- રવિ ઉપાધ્યાય

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બનેઆ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાયને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દીવો કરુંઅંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
- મનોજ ખંડેરિયા

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
- ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ,રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતાપીધો કસુંબીનો રંગ;ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએપામ્યો કસુંબીનો રંગ … રાજ
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાંઘોળ્યો કસુંબીનો રંગ;ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએચોળ્યો કસુંબીનો રંગ … રાજ
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાંભભક્યો કસુંબીનો રંગ;સાગરને પારે સ્વાધીનતાની કબરોમાંમહેક્યો કસુંબીનો રંગ … રાજ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભરચાખ્યો કસુંબીનો રંગ;વહાલી દિલદારાના પગની મેંદી પરથીચૂમ્યો કસુંબીનો રંગ … રાજ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએગાયો કસુંબીનો રંગ;મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારેપાયો કસુંબીનો રંગ … રાજ
પીડિતની આંસુડાધારે-હાહાકારેરેલ્યો કસુંબીનો રંગ;શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસેસળગ્યો કસુંબીનો રંગ … રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલેછલકાયો કસુંબીનો રંગ;બિસ્મિલ બેટાઓની માતાને ભાલેમલકાયો કસુંબીનો રંગ … રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !પીજો કસુંબીનો રંગ;દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !લેજો કસુંબીનો રંગ ! … રાજ
- ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે.બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીનેમેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.મારું મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરેગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,નવ દીન કપોતની પાંખ ખૂલે (2)મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.ગગને ગગને ઘુમરાઇને પાગલમેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરેમારાં લોચનમાં મદઘેન ભરે (2)પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરેસચરાચર શ્યામલ બાથ ધરે (2)મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોયનેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,એને ઘેર જવા દરકાર નહીં (2)મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !પનિહાર નવે શણગાર નદી કેરેતીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરેઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડેકરી આડશ કોણ ઊભેલ અરે ! (2)ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,ઓલી કોણ પયોધર સંઘરતીવિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.એની ઘાયલદેહના છાયલ-છેડલાઆભ ઊડી ફરકાટ કરે (2)ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,નવ બાદલને ઉર આગ બૂઝે (2)નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,સરિતા અડી ગામની દેવડીએ (2)ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.
- ઝવેરચંદ મેઘાણી

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
- હરિન્દ્ર દવે

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહોતેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહોરાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહોશ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈનેએક મંઝિલની લગન આંખે ઉતરવા દઈનેભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવાજે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવાદ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટેભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટેદિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટેકોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
- હરીન્દ્ર દવે

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટેભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટેદિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટેકોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો
- હરીન્દ્ર દવે

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:હવે હાથમાં તું મેંદી મૂકાવ,કો’કના લગનમાં જઈએ તો લાગેકે આપણો પણ કેવો લગાવ.
આપણને જોઈ પછી કોઈને પણ થાયકે પરણી જઈએ તો કેવું સારું,મંગળફેરા ફરતા જીવોને લાગે કેજીવન હોય તો આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીનેઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઉપસશે નામઅને નામમાં દેખાશે તારો ચહેરો,હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રૂપેરી ભમરો છેને બિલોરી આપણું તળાવ !
- સુરેશ દલાલ

આપણે આપણી રીતે રહેવું:ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવુંઅને ડાળની ઉપર ઝૂલવુંભમરાનું ગીત કાનમાં આંજીકાંટાનું રૂપ ભૂલવું
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવુંખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
પગલાં ભૂંસી ચાલતા થવુંપંથની ઉપર મ્હાલતા જવુંઆનંદ આનંદ વેરતાં વેરતાંઆનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવુંખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
- સુરેશ દલાલ

તમે વાતો કરો તો થોડું સારું લાગે,આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છેત્યારે ખીલે છે લીલેરો રંગ;ભમરાના ગુંજનથી જાગી ઊઠે છેફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,તમે વાતો કરો તો થોડું સારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળેઅને આયખું તો તુલસીનો ક્યારો;તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છુંકાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગેતમે વાતો કરો તો થોડું સારું લાગે.
- સુરેશ દલાલ

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.
‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?
- સૈફ પાલનપુરી

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છેઅને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે
કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણહું હસું છું એકલો એ એકલા શરમાય છે
કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે.
આ વિરહની રાત છે, તારીખનું પાનું નથીઅહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે
એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હુંબાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં હવે જીવાય છે ?
- સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાંત્યાં દિલપૂર્વકમારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દેપાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?
આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?
જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓજીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?
લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાંદરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?
- સૈફ પાલનપૂરી

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ;ખૂબ પી, ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,કમ પીઓ, છાની પીઓ, પણ ભાનની સાથે પીઓ.*બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;કોઈની આંખોથી આંખો, મેળવી પીતો રહે,દિલના અંધારા ઉલેચી, રોશની પીતો રહે.*બાવરા થઇને કદી દરદર ન ભમવું જોઇએ,ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઇએ;વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,જેમ પડતાં જાય પાસાં એમ રમવું જોઇએ.*ઉર લતા છે ઉર્વશી જેવી, કમલ જેવાં નયન,મ્હેંકતી ઝુલ્ફો, ગુલાબી ગાલ, મુખ જાણે સુમન;અંત જેનો ખાક છે એવા જીવનમાં ઓ ખુદા !આ બધો શણગાર શાને ? આટલું શાને જતન ?*જે કલા સર્જનમાં રેડે પ્રાણ સર્જકની કમાલ,એ શું એનો નાશ કરવાનો કદી કરશે ખયાલ ?તો પ્રભુ ! આવી રૂપાળી વ્યક્તિઓ સંસારમાં,કેમ સર્જીને કરે છે એ જ હાથે પાયમાલ ?
- ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

તારું મન ચાહે તો જઇ નેપથ્યમાં સંતાય તું,રંગમાં આવે તો જગના મંચ પર દેખાય તું;તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી,દૃશ્ય તું ! અદૃશ્ય તું ! દ્રષ્ટિ ય તું ! દ્રષ્ટા ય તું !*કોણ છે નિષ્પાપ જગમાં ? જોઉં ! જા લઇ આવ તું !પાપ વિણ જીવાય શી રીતે, મને સમજાવ તું !હું બૂરા કામો કરું, આપે સજા તું પણ બૂરી,તો પછી મુજમાં ને તુજમાં ફેર શો ? બતલાવ તું !*લેખ વિધિએ લખ્યા મારા મને પૂછ્યા વગર,કર્મની લીલા રચી, રાખી મને ખુદ બેખબર;આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં ?હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર ?*ક્યાં છે મુજ પાપીને માટે તુજ રહમ કેરી નજર ?દિલનાં અંધારા ટળે શું પ્રેમની જ્યોતિ વગર ?તું જો આપે સ્વર્ગ કેવળ ભક્તિના બદલા મહીં,એ તો વેતન છે, નથી બક્ષિસ ! મુજને માફ કર.*મોત હો કે જિંદગાની, બેઉ છે તારા ગુલામ,ભાગ્યનાં હર દોર પર છે તારી મરજીની લગામ;હું અગર દુર્જન છું એમાં વાંક મારો કૈં નથી,તું જ સર્જક છે બધાનો, એ હશે તારું જ કામ !
- ઉમર ખૈયામ (શૂન્ય પાલનપુરી)

તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ?મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ?
એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો ?
જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત્જાણે નથી જીવનમહીં કસ, ક્યારે આવશો ?
ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો ?
બંડખોર થઈ ગયો છે સમય, આપના વિનાપ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો ?
એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો ?
- શૂન્ય પાલનપૂરી

દિન ગયો વીતી હવે એની નકામી યાદ કાં ?જે નથી આવી હજી એ કાલની ફરિયાદ કાં ?આમ ના એળે જવા દે ખાસ ઘડીઓ આજની,સાર છોડીને અસારે થાય છે બરબાદ કાં ?*મૂર્ખ, અંજલની ફિકર શી ? એ ફિકરથી મુક્ત થા,કષ્ટદાયી હોય એવા જીવતરથી મુક્ત થા;બેસ કેવળ જ્ઞાનીઓના સંગમાં તું રાત દિન,પી સુરા, કલ્લોલ કર, ગમની અસરથી મુક્ત થા.*મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?*માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.*એક રોટી બે દિને મળતી રહો જો આમરણ,ઠારવાને પ્યાસ વહેતું હો સદા નિર્મળ ઝરણ;તો પછી ઓ મૂર્ખ ! શાને જીહજૂરી કોઇની ?ચાંપવા શાને પડે પામર મનુજોનાં ચરણ ?
- ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)


સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહીં તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી
તમે મારાં થયાં નહીં તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વીતાવું હું ?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી

- બેફામ (બરકત વીરાણી)

કેવી રીતે વીતે છે વખત, શું ખબર તને ?તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરીએ શું કે રોજ કરે તું જ મારું પારખુંમેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી* * *ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતીકે સારા હોય છે એની દશા સારી નથી હોતી
ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠેતરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજોઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશેઅહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી .
- બરકત વીરાણી ‘બેફામ’

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો।
ફુલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું,કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે ‘બેફામ’કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
- બેફામ

ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર,છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર.
આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.
પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.
દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.
જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર.
હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.
જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.
અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,જીંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર.
- બરકત વિરાણી ‘બેફામ’

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છેમસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
- મરીઝ

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણહું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
- મરીઝ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.
ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.
આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,એવું કશું નથી કે વચન હોવું જોઈએ.
જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.
કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.
આવું સરસ ન હોય વાતાવરણ કદી,કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.
આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.
- મરીઝ

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,આવી જજો ન આપ ફરી દરમિયાનમાં.
એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા !જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં.
કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને,શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં.
એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં.
એનો હિસાબ થાશે કયામતના દિવસે,ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.
હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં.
- મરીઝ

તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે ?રહે છે કેદ એની એ ફક્ત દિવાલ જ બદલે છે
- અમૃત ઘાયલ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે…
- મરીઝ

મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી,
બીકથી વહેવાર ચુકી જાઉં એવો હું નથી,
જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,
એનો પાછો સોંપતા ખચકાઉં એવો હું નથી
- શૂન્ય પાલનપુરી

રડ્યા ‘બેફામ’ મારા મરણ પર સૌ એ જ કારણથીહતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી !
- બેફામ

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી
- ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું।
જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.
- ગની દહીંવાલા

તમે સાંજે મળો તો મને એકલા મળોકે મારા દિવસ આખાને વળે હાશ :આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીંઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગેએ તો નીંદરમાં બાવળની શૂળ;ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીંવાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલકે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઇ આછો થયોઅને સાંજની હવા તે બહાવરી;કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાંવરસી નહીં કે નહીં આછરી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરીને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
- જગદીશ જોષી

દિલમાં દીવો કરો રે, દીવો કરો.કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
- ભક્તકવિ રણછોડ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
- મુનિ શ્રી ચિત્રભાનુ