Sunday, June 15, 2008

બેવફાની દોસ્તદારી હાય હાય,
હું જ છું મારો શિકારી હાય હાય.
તે વચન લેતાં ખુશાલી ,વાહ વાહ.!
તે પછીની ઈન્તિજારી હાય હાય.
હાય લાચારી કે મારી જિંદગી,
પારકા લોકે ગુજારી હાય હાય.
મન ગયું,મિત્રો ગયા,મહેફિલ ગઈ,
ક્યાં હતી દ્રષ્ટિ અમારી હાય હાય.
સહી લીધા જે દુઃખ હતા કારણ સહિત,
એક અમસ્તી બેકરારી હાય હાય.
સ્પષ્ટ હતાએના ઈશારા તો 'મરીઝ'
મેં બહુ વાતો વિચારી હાય હાય.....
-મરીઝ......

No comments: